સ્ટૉક માર્કેટમાં ફેસ વેલ્યૂનો કન્સેપ્ટ/કલ્પના શું છે?

જો તમે ટ્રેડિંગ સ્ટૉક્સ અને શેર શરૂ કરવા માંગો છો, તો તમારે વિવિધ સ્ટૉક માર્કેટ ની ટર્મિનોલોજી/પરીભાષા સાથે પરિચિત હોવું જોઈએ. સ્ટૉક્સ અને બૉન્ડ્સનું ફેસમૂલ્ય આવીજ એક પ્રાથમિક ટર્મ/શબ્દ છે. જ્યારે જાહેર/સાર્વજનીક રીતે ટ્રેડ કરેલી કંપની ઈનિશિઅલ પબ્લિક ઓફરીંગ (IPO) દ્વારા સ્ટૉક જારી કરે છે, ત્યારે શેર બજારમાં ફેસ વેલ્યુનક્કી કરવામાં આવે છે. તે માત્ર તે કિંમતનો સંદર્ભ આપે છે જેના પર તમે કંપનીનું સ્ટૉક ખરીદી શકો છો. તે જ રીતે, કોર્પોરેશન બોન્ડ્સ જારી/ઇસ્યુ કરીને મૂડી અથવા ભંડોળ એકત્રિત કરી શકે છે. આને પણ એક ફેસ વેલ્યુ આપવામાં આવે છે.

શેર બજારમાં ફેસ વેલ્યુ, જેને સમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે, જે તે કંપનીના મૂલ્યને તેની પુસ્તકોમાં  અને શેર પ્રમાણપત્રોમાં રેકોર્ડ કરે/સંદર્ભિત કરે છે. જ્યારે કોઈ કંપની શેર અને બોન્ડ્સ વેચવાનું પસંદ કરે છે, ત્યારે તે કિંમત સેટ/નક્કી કરે છે. સ્ટૉક માર્કેટમાં ટ્રેડિંગ શરૂ કરતા પહેલાં તમારે ડિમેટ એકાઉન્ટ અને શેર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું આવશ્યક છે. એક પ્રતિષ્ઠિત સ્ટૉકબ્રોકર પસંદ કરવાનું યાદ રાખો જે મફત ટ્રેડિંગ એકાઉન્ટ જેવા લાભો ઑફર કરી શકે છે.

સ્ટૉક્સ અને બોન્ડ્સની ફેસ વેલ્યુ કેવી રીતે કામ કરે છે તે સમજવું

એક નિશ્ચિત મૂલ્ય, જે ફેસ વેલ્યૂ તરીકે પણ ઓળખાય છે, તેને કોર્પોરેશન્સ દ્વારા જારી કરાયેલા તમામ શેરો અને બોન્ડ્સને સોંપવામાં આવે છે. કંપનીના સ્ટૉકની ફેસ વેલ્યુ નિર્ધારિત કરવા માટે કોઈ માપદંડ નથી. સામાન્ય રીતે, કોર્પોરેશન તેને મનપસંદ રીતે સોંપે છે. કોર્પોરેશનના સ્ટેન્ડપોઇન્ટથી/દ્રસ્ટી થી, સ્ટૉક માર્કેટમાં ફેસ વેલ્યુસોંપવું મહત્વપૂર્ણ છે કારણ કે તે સંસ્થાને શેરોના એકાઉન્ટિંગ વેલ્યુ/મૂલ્યને માપવાની મંજૂરી આપે છે. આ નંબર પછી કંપનીની બૅલેન્સશીટમાં સામેલ થાય છે.

શેર/બોન્ડ પ્રમાણપત્ર સ્પષ્ટપણે સિક્યોરિટીઝ અને બોન્ડ્સના ફેસ વેલ્યુ ને જણાવે/દર્શાવે છે. તમારા શેર કેટલા મૂલ્યના છે તે જાણવા માટે તમારે માત્ર તમારા ડિમેટ એકાઉન્ટને જોવાની જરૂર છે. તમે સ્ટૉક્સ ટ્રેડિંગ શરૂ કરતા પહેલાં, તમારે પ્રથમ/પહેલાં તમારી સિક્યોરિટીઝનુ ફેસ વેલ્યુ નિર્ધારિત કરવું આવશ્યક છે.

સ્ટૉક માર્કેટમાં, ફેસ વેલ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ છે

સ્ટૉક્સ અને બોન્ડ્સના વિવિધ મુખ્ય પાસાઓને માપતી વખતે ફેસ વેલ્યુ ને ધ્યાન મા લેવુએ એક મહત્વપૂર્ણ પરિબળ છે. ફેસ વેલ્યુ આની સાથે સહાય કરશે:

– તમારા સ્ટૉકના બજાર મૂલ્યની ગણતરીકરવા.

– પ્રીમિયમની ગણતરી કરવા માટે.

– નફા/લાભ ની ગણતરીકરવા.

– વ્યાજની ચુકવણીની ગણતરી કરવામાં.

ઉદાહરણની સહાયતા સાથે, તમે શેર માર્કેટના ફેસ વેલ્યૂના મહત્વને સમજી શકો છો. જો કોઈ કંપનીને તેની વ્યવસાયિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બજારમાંથી ₹10 કરોડ એકત્રિત કરવાની જરૂર હોય તો તે કંપની 10૦ રૂપિયાના ફેસ વેલ્યુ સાથે 10 લાખ બોન્ડ્સ પ્રદાન કરી શકે છે/આપી શકે છે. કંપનીનું નિશ્ચિત ફેસ વેલ્યુ તેને વ્યાજની ચુકવણી જેવા વિવિધ સંબંધિત ખર્ચની ગણતરીમાં સહાય કરશે. જો કંપની તેના બૉન્ડ્સ પર 3% વ્યાજની ચુકવણી કરવાનો નિર્ણય લે છે, તો વાર્ષિક ડિવિડન્ડ ખર્ચ ₹ 30,000 હશે.

ફેસ અને માર્કેટ વેલ્યુ વચ્ચે શું અંતર છે?

જો તમે પ્રથમ વખતના રોકાણકાર છો, તો ફેસ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ વચ્ચેનું અંતર કન્ફ્યૂઝ/મુંજવણ ભર્યુ થઈ શકે છે. તમે ટ્રેડિંગ સ્ટૉક્સ શરૂ કરો તે પહેલાં, તમારે ફેસ વેલ્યૂ અને માર્કેટ વેલ્યૂ વચ્ચેના તફાવતને સમજવું જોઈએ. નીચે આપેલ ટેબલ/કોષ્ટક નો ઉપયોગ માર્ગદર્શિકા તરીકે થઈ શકે છે.

ફેસ વૅલ્યૂ માર્કેટ વેલ્યૂ
ડાયનેમીક માર્કેટ/બજારમાં શેર માર્કેટ ના ફેસ વેલ્યુપર થોડીઅસર પડે છે. વ્યવસાયની સ્થિતિઓના આધારે, તેમા ઉતાર- ચઢાવ થાયછે. મેક્રોઇકોનોમિક પરિબળો, સરકારી નીતિઓ અને વૈશ્વિક કાર્યક્રમો/ઘટના/ઘટનાઓમાં ફેરફારોના પરિણામ રૂપે ભાવમાઉતાર-ચઢાવ થઈ શકે છે.
કંપની કિંમત નિર્ધારિત/નક્કી કરે છે. જે મૂલ્ય પર સ્ટૉક ખરીદવામાં આવે છે અને સ્ટૉક એક્સચેન્જ પર વેચાય છે. જ્યારે ટ્રેડિંગ શરૂ થાય છે, ત્યારે બધું બદલાશે.
જારી/ઇસ્યુ કરતી વખતે ફેસ વેલ્યૂ એ સ્ટૉકનું નામમાત્ર મૂલ્ય છે. સ્ટૉક એક્સચેન્જ પર ઉલ્લેખિત થયા મુજબ માર્કેટ વેલ્યુ/કિંમત એ વાસ્તવિક સ્ટોક માર્કેટ વેલ્યુ/બજારમૂલ્ય છે.
સ્ટૉક માર્કેટમાં ફેસ વેલ્યુ પ્રમાણીત કરવુ મુશ્કેલ છે કારણ કે સંસ્થા તેને નક્કી કરે છે. બજારનું મૂલ્ય, જારી કરેલા શેરોની કુલ સંખ્યા દ્વારા કંપનીના સમગ્ર બજાર મૂલ્યને વિભાજિત કરીને નક્કી કરવામાં આવે છે.

બુક વેલ્યુની કલ્પનાને સમજવું

અન્ય એક શબ્દ જે સિક્યોરિટીઝના ફેસ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ સાથે નજીકથી જોડાયેલ છે તે બુક વેલ્યુ/મૂલ્ય છે. આ મૂળભૂત રીતે એકાઉન્ટ પરના કંપનીના સ્ટૉકનો ઉલ્લેખ કરે છે. જારી કરેલા શેરોની સંખ્યા કંપનીની ચોખ્ખી કિંમત અથવા તેની સંપત્તિઓ અને જવાબદારીઓ વચ્ચેના તફાવત દ્વારા વિભાજિત કરવામાં આવે છે.

શું સ્ટૉક્સના ફેસ વેલ્યુ ને ઍડજસ્ટ કરવું શક્ય છે?

 સ્ટૉક સ્પ્લિટ્સ જેવી કોર્પોરેટ પ્રવૃત્તિઓ, શેરના ફેસ વેલ્યુને બદલી શકે છે. જ્યારે કોઈ કંપની સ્ટૉકને વિભાજિત કરે છે, ત્યારે તે વર્તમાન શેરોને ઓછા ફેસ વેલ્યુ વાળા નાના એકમોમાં વિભાજિત કરે છે. ઉદાહરણ તરીકે, જો શેર દીઠ ₹20 ની ફેસ વેલ્યુ વાળી કોઈ કંપની ૧:૧ સ્ટોક સ્પ્લિટની ઘોષણા કરે છે, તો તેનો અર્થ એ છે કે હાલના સ્ટૉકને બે એકમોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, દરેક ની ફેસ વેલ્યુ ₹10છે. સ્ટૉક સ્પ્લિટ લિક્વિડિટી વધારવા અને કંપનીના સ્ટૉકના સાચા મૂલ્યને સાકાર કરવા/સમજવા માટેની વ્યૂહરચના છે.

રેપિંગ અપ

તમારી સ્ટૉક માર્કેટ ટ્રેડિંગ ટ્રિપ શરૂ કરતા પહેલાં, શેર અને બોન્ડ્સના ફેસ અને માર્કેટ વેલ્યુ વચ્ચેના તફાવતને સમજવું મહત્વપૂર્ણ છે. હંમેશા એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય સ્ટૉક બ્રોકર સાથે તમારું સ્ટૉક ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાનું યાદ રાખો. કટિંગ-એજ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ અને ફ્રી ટ્રેડિંગ એકાઉન્ટ જેવી સુવિધાઓ તમને શક્ય શ્રેષ્ઠ ટ્રેડિંગ અનુભવ કરવા/મેળવવામાં મદદ કરશે.