જો તમે બ્લૉગ વાંચી રહ્યા છો તો સંભવ છે કે તમે પહેલેથી જાણતા હશો કે ડીમેટ એકાઉન્ટ શું છે અને શાં માટે તે મહત્વપૂર્ણ છે. જો તમેઆ અંગે વાકેફ નથી તો બચત બેંક ખાતું એક સરળ વિશ્લેષણ પ્રદાન કરે છે. સેવિંગ બેંક એકાઉન્ટમાં તમારી પાસે રોકડ છે અને જો તમે કૅશ ઉપાડો અથવા તમારા SB એકાઉન્ટમાંથી ચુકવણી કરો છો તો કૅશ ડેબિટ કરવામાં આવે છે. તે રીતે તમારે શેર અથવા અન્ય સિક્યોરિટીઝને ઇલેક્ટ્રોનિક રીતે હોલ્ડ કરવા માટે એક ડિમેટ એકાઉન્ટની જરૂર છે. જો તમે સિક્યોરિટીઝનું વેચાણ કરો છો તો તે તમારા ડિમેટ એકાઉન્ટમાંથી ડેબિટ કરવામાં આવે છે, જો તમે તેને ખરીદો છો તો તે તમારા ડિમેટ એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવે છે.

ડીમેટ એકાઉન્ટ શા માટે મહત્વપૂર્ણ છે?

સરળ શબ્દોમાં કહીએ તો  તમે ડિમેટ એકાઉન્ટ વગર સિક્યોરિટીઝ ખરીદી અથવા વેચી શકતા નથી. ઇક્વિટી, ડેરિવેટિવ્સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફએસ), બોન્ડ્સ અને ડિબેન્ચર્સમાં રોકાણ અથવા વેપાર કરવા માટે તમારે એક કાર્યાત્મક ડિમેટ એસીની જરૂર છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે તમારે ડીમેટ એકાઉન્ટની જરૂર નથી પરંતુ તમે હજુ પણ તમારી મ્યુચ્યુઅલ ફંડ યૂનિટને ડીમેટ એકાઉન્ટમાં હોલ્ડ કરી શકો છો.

ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું?

તમારે ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે એન્જલ બ્રોકિંગ જેવા વિશ્વસનીય સેબીરજિસ્ટર્ડ બ્રોકરનો સંપર્ક કરવાની જરૂર છે. પ્રક્રિયા ઝડપી અને સરળ છે. તમારે ફક્ત કેટલાક દસ્તાવેજો e-KYC  જમા કરવાની અને ન્યૂનતમ યોગ્યતાની જરૂરિયાતોને પૂર્ણ કરવાની જરૂર છે. જો કે તમે ડિમેટ એકાઉન્ટ ખોલતા પહેલાં; તમારે થોડીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવું આવશ્યક છે.

માટે ડીમેટ એકાઉન્ટ ખોલતા પહેલાં તમારા બ્રોકર અથવા બ્રોકિંગ સેવા વિશે તપાસવા માટેની પાંચ મહત્વપૂર્ણ બાબતો અહીં છે.

બ્રોકરેજના પ્રકારો

જ્યારે તમે ભારતમાં શ્રેષ્ઠ બ્રોકર્સની શોધ કરવાનું શરૂ કરો છો ત્યારે યાદ રાખો કે બે પ્રકારની બ્રોકરેજ ફર્મ છે: ડિસ્કાઉન્ટ બ્રોકર્સ અને ફુલસર્વિસ બ્રોકર્સ. એક ડિસ્કાઉન્ટ બ્રોકરેજ  હાઉસ ફક્ત તમારી સૂચનાઓનું પાલન કરશે અને તમને ઇક્વિટી અને ડેરિવેટિવ ટ્રેડિંગ સર્વિસ આપવામાં મદદ કરશે.

બીજી તરફ, એક ફુલસર્વિસ બ્રોકર મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી, ઓપ્શન્સ, ફ્યુચર્સ, કોમોડિટી, કરન્સી, આઇપીઓ અને અન્ય સેવાઓ કોઈ પણઅવરોધ વગર ઉપલબ્ધ કરાવશે અને રોકાણની તકો આપશે. તેઓ પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને સલાહકાર સેવાઓ તેમજ વિગતવાર પાયાગત અને તકનીકી સંશોધન અહેવાલ પણ ઉપલબ્ધ કરાવે છે.

એન્જલ બ્રોકિંગ ભારતમાં સૌથી મોટા ફુલસર્વિસ રિટેલ બ્રોકિંગ હાઉસ પૈકી એક છે, અને વિવિધ માર્કેટ સેગમેન્ટમાં સફળતા મેળવવા માટે વિગતવાર રિસર્ચ રિપોર્ટ્સ સાથે ગ્રાહકોને મદદ કરવા માટે એક સમર્પિત રિસર્ચ ટીમ છે.

બ્રોકરેજ ફી અને ચાર્જીસ

ભારતમાં ડીમેટ એકાઉન્ટ ખોલવું અને બ્રોકરેજ ફી બ્રોકર્સમાં અલગઅલગ હોય છે. જ્યારે આ પૈકી મોટાભાગના આજકાલ મફત ડિમેટ એકાઉન્ટ ખોલી આપે છે, આ સંજોગોમાં તેઓ તમારી પાસેથી ઇક્વિટી ખરીદવા અને વેચવા પર ટ્રાન્ઝૅક્શન ફી વસૂલ કરી શકે છે. એકાઉન્ટ ખોલવાની ફી સિવાય, તમારા ડીમેટ એકાઉન્ટપર વાર્ષિક જાળવણી ફી અને ટ્રાન્ઝૅક્શન ખર્ચ પણ વસૂલ કરે છે.

ટ્રાન્ઝેક્શનચાર્જીસ એટલે તમારે કાળજીપૂર્વક હોવી જોઈએ કારણ કે તે બ્રોકર્સમાં જુદાજુદા હોઈ શકે છે. ડીમેટ એકાઉન્ટ ખોલવું એન્જલ બ્રોકિંગમાંથી મફત છે, જે ભારતના શ્રેષ્ઠ બ્રોકર્સ પૈકી એક છે. તમે શૂન્ય ખર્ચ પર ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ કરી શકો છો જ્યારે ઇન્ટ્રાડે ટ્રેડ્સ માત્ર રૂપિયા. 20 પ્રતિ ઑર્ડર છે, તે આ ઉદ્યોગમાં સૌથી ઓછો  છે.

સરળ અને ઝડપી

ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા લાંબી ન હોવી જોઈએ અને અવરોધ મુક્ત  હોવી જોઈએ . સેબી ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું તે વિશેની એક વિગતવાર માર્ગદર્શિકા ધરાવે પરંતુ તમારા બ્રોકરે પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ અને એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને ટૂંકાવવી જોઈએ.

ભારતના શ્રેષ્ઠ બ્રોકર્સે ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર ખસેડી દીધી છે. તમારા બ્રોકર્સ સંપૂર્ણ e-KYC, વેરિફિકેશન અને ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા ઑનલાઇન કરી શકે છે. સેબીના દિશાનિર્દેશો પ્રમાણે સ્વઓળખ કાર્ય રિયલટાઇમ ઑનલાઇન વિડિઓ દ્વારા પણ કરવું જોઈએ. ડીમેટ એકાઉન્ટ ખોલ્યા પછી તમે કેટલા જલ્દી થી ટ્રેડિંગ શરૂ કરી શકો છો. આ અંગે તમારે તમારા બ્રોકર સમક્ષ પૂછપરછ કરી લેવી જોઈએ..

અવરોધ વગર કામગીરી

ઇક્વિટી અને ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ  અવરોધ વગરની પ્રક્રિયા હોવી જોઈએ કારણ કે તેમા એક સેકન્ડો પણ વિલંબ  નફા અને નુકસાન વચ્ચે તફાવત લાવી શકે છે. જો તમારો બ્રોકર 2 ઈન 1  ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ઉપલબ્ધ કરાવે તે તે શ્રેષ્ઠ છે જેથી જ્યારે તમારી પાસે બે અલગ બ્રોકર્સ  હોય ત્યારે તમે ટ્રાન્ઝૅક્શનમાં વિલંબને ટાળી શકો.

એન્જલ બ્રોકિંગનું 2 ઈન 1 ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ તમને ઇક્વિટી, આઇપીઓ, કમોડિટી, કરન્સી, ડેરિવેટિવ્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં સરળતાથી ટ્રેડ કરવા અને રોકાણ કરવાની મંજૂરી આપે છે.

જો તમે તે રોકાણકારો અને વેપારીઓ પૈકી છો કે જે વસ્તુઓ પર ટૅબ રાખવા માંગે છે, તો ખાતરી કરો કે તમારા બ્રોકર પાસે કોઈ પણ સમયે વેપાર, રોકાણ, દેખરેખ અને ટ્રેકિંગ માટે મોબાઇલ એપ છે કે નહીં.

ટ્રેડિંગ પ્લેટફોર્મ

યોગ્ય ટ્રેડિંગ પ્લેટફોર્મ ધરાવવું અત્યંત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં પ્રાપ્ત કરવા માંગો છો. તેથી, શ્રેષ્ઠ ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે એક બ્રોકર પસંદ કરો. આજે, વેબઆધારિત અને ડેસ્કટૉપ અને મોબાઇલ એપ ટ્રેડિંગ પ્લેટફોર્મ લોકપ્રિય બની રહ્યા છે કારણ કે તેઓ ઝડપી, કાર્યક્ષમ અને સરળ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. તમારા બ્રોકર દ્વારા જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ટ્રેડિંગ પ્લેટફોર્મ પર કેટલાક સંશોધન કરો. તેઓ સ્થિર, વિશ્વસનીય અને અવરોધ મુક્ત હોવા જોઈએ.

એન્જલ બ્રોકિંગ ગ્રાહકોને ત્રણ પ્રકારના ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે જેમ કે એન્જલ બ્રોકિંગ ટ્રેડ, એન્જલ બ્રોકિંગ એપ અને સ્પીડપ્રો ડેસ્કટૉપ ટ્રેડિંગ સૉફ્ટવેર. પુરસ્કારવિજેતા ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ તેના સરળ, ઝડપ અને  સ્થિરતા માટે જાણીતુ છે.

ડીમેટ એકાઉન્ટ ખોલતા પહેલાં, મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખો જેથી તમે ચોક્કસપણે યોગ્ય નિર્ણય લઈ શકશો. જો કે, નિષ્ક્રિયતાથી થતી ભૂલોને લઈ સાવચેત રહો. શક્ય એટલા જલ્દી કાર્ય કરો અને આજે જ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવો. ભારતના મોટા નાણાં બજારમાંસંપત્તિ સર્જન કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે..