ક્રુડ પામ ઑઇલની કિંમત

1 min read
by Angel One

ક્રુડ પામ ઓઇલ એક પ્રકારનો શાકભાજી તેલ છે જે પામના ફળની પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છેઓઇલ પામ ટ્રી ઇન્ડોનેશિયા અને મલેશિયામાં સૌથી વધુ વિકસિત થાય છે. વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવામાં આવતા  પામ ઓઇલના લગભગ 85 ટકા બે દેશોમાંથી આવે છે. પામ ઓઇલનું ઉત્પાદન  વર્ષ 1995 થી બમણું થયું છે. ક્રુડ પામ ઑઇલનો ઉપયોગ હવે મુખ્યત્વે ઉર્જાના ઉત્પાદનમાં કરવામાં આવે છે. ક્રુડ પામ ઓઇલ પ્રોસેસિંગ પાછળનો  ખર્ચ બાયોડીઝલના અન્ય સ્વરૂપો કરતાં ઘણો ઓછો છે. કારણ છે કે પામ ઑઇલનો ઉપયોગ નિયમિતપણે જૈવઇંધણના ઉત્પાદનમાં કરવામાં આવે છે. ક્રુડ પામ ઑઇલની કિંમત આશરે રૂપિયા  557 પ્રતિ 10 કિલો હોય છે. ભારતમાં ક્રુડ પામ ઑઇલની કિંમતનો આધાર પામ ઓઇલના એકંદરે થતા વપરાશ તેમજ વપરાશની ઉભરતી પદ્ધતિઓ પર આધારિત છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ બે પ્રકારના પામ ઓઇલ વાયદા (ફ્યુચર્સ)ની ઑફર કરે છે. ક્રૂડ પામ ઓઇલ ફ્યુચર અનરિફાઇન્ડ પામ ઑઇલની કિંમતને ટ્રૅક કરે છે, જયારે પામોલિન રિફાઇન્ડ ઑઇલની કિંમત પર નજર રાખે છે.

ઉપયોગ

ક્રુડ પામ ઓઇલ 1700 સદીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એક મહત્વપૂર્ણ વસ્તુ બની હતી. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિને પામ ઓઈલ  દ્વારા વેગ આપવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ ઔદ્યોગિક લુબ્રિકન્ટ્સ, મીણબત્તી અને રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં આપણે ખાદ્ય વસ્તુઓથી લઈ ડિટર્જન્ટ સુધીની અનેત ટીજવસ્તુઓના ઉત્પાદનમાં પામ ઓઇલની જરૂર પડે છે. વર્ષ 2021 સુધીમાં પામ ઓઇલના વેપાર માટેનું વૈશ્વિક બજાર 90 અબજ ડોલરને પાર થઈ જાય તેવી આગાહી કરવામાં આવી છે.કારણ કે ક્રુડ પામ ઑઇલ વિશ્વ વેપારમાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે.

ક્રુડ પામ ઑઇલ વિટામિન E, D અને K તેમ જ  કેરોટેનોઇડ્સથી  ભરપૂર હોય છે. તે ઓક્સિડેશન માટે ખૂબ જ પ્રતિરોધક હોવાથી લાંબુ સ્વ-જીવનધરાવે છે. ક્રુડ પામ ઓઇલનો  માર્જરિન, નૉનડેરી ક્રીમર્સ, કૂકીઝ, આઇસક્રીમ અને અનાજ જેવી ખાદ્ય ચીજવસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. મીણબત્તીઓ,  પર્સનલ કેર આઈટમ્સ, કોસ્મેટિક્સ, વોટર ટ્રીટમેન્ટ પ્રોડક્ટ્સ, બેક્ટેરિસાઇડ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને લુબ્રિકન્ટ્સ વગેરેના ઉત્પાદન માટેનું  ક્રુડ પામ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે.

કિંમતોને અસર કરતા પરિબળો

ક્રુડ પામ ઑઇલની કિંમતપુરવઠો, સ્પર્ધાત્મક તેલ, હવામાનની સ્થિતિ, પર્યાવરણને લગતી ચિંતાઓ અને બાયોફ્યુઅલની માંગ જેવા પરિબળો પર આધારિત છે. કારણ કે મોટાભાગનું પામ ઓઈલ ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી આવે છે, દેશોની  સરકારી નીતિઓ અને ઘરેલું વપરાશ નું પ્રમાણ કિંમતને અસર કરી શકે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાનું વાતાવરણ ભારે વરસાદની સ્થિતિ ધરાવે છે, જે લણણી (હાર્વેસ્ટીંગ)માં વિલંબ કરી શકે છે, અને પુરવઠામાં ઘટાડો થઈ શકે છે જેને લીધે કિંમતોમાં વધારો થઈ શકે છે.

ક્રુડ પામ ઓઇલ બજારમાં ઉપલબ્ધ અન્ય ખાદ્ય સીડ ઓઈલ સાથે સ્પર્ધા કરે છે. વિવિધ પ્રકારના તેલની માંગમાં થતી વધઘટ  ક્રુડ પામ ઓઇલની કિંમત પર અસર કરે છે. સ્વાસ્થ્ય લાભો અને જોખમો વિશે લોકોની ધારણા બદલવાથી પામ ઓઇલની માંગ અને  કિંમતોને અસર કરી શકે છે. પામ ઓઇલના ઉત્પાદનને લીધે ઇન્ડોનેશિયાના ઘણાબધા ભાગમાં  જંગલોનું નિકંદન થઈ રહ્યું છે કારણ કે પાકના વાવેતર માટે મોટા  પ્રમાણમાં જમીનની જરૂર પડે છે. તેને પરિમામે દેશોની જૈવ વિવિધતા પર નકારાત્મક અસર થઈ છે. તેને લીધે પામ ઓઇલના ઉત્પાદને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે., તેની પણ કિંમતોને અસર થઈ શકે છે. બાયોફ્યુઅલના ઉત્પાદનમાં પામ ઓઇલનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જે ફરીથી કિંમતો પર અસર કરી શકે છે. કારણ કે આજે ક્રૂડ પામ ઑઇલની કિંમત ઘણા પરિબળો પર આધારિત છે, તેથી તે દરરોજ બદલાય છે.

ક્રુડ પામ ઑઇલમાં શા માટે રોકાણ કરવું?

પામ ઓઇલમાં રોકાણ કરવા માટે અનેક કારણો છે. જેમા  ઇન્ફ્લેશન હેજ (ફુગાવા સામે સુરક્ષા), માંગની વૃદ્ધિની અને પોર્ટફોલિયો વૈવિધ્યકરણની ખાતરી આપે છે. ફુગાવાને લીધે ખરીદશક્તિને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત  ફુગાવાની સ્થિતિમાં ખાદ્ય વસ્તુઓની કિંમત સામાન્ય રીતે વધતી જાય છે. આ સંજોગોમાં પામ ઓઇલમાં રોકાણ કરવું તે  ફુગાવાની સ્થિતિમાં ખરીદશક્તિ અને નફાને થતા નુકસાન સામે સુરક્ષા મળી શકે છે. પામ ઓઇલના ત્રણ મુખ્ય આયાતકારો ઝડપી વિકસ પામતા દેશો છે. વસ્તી વધતી હોવાથી ખાદ્ય માંગ વધશે. જેને લીધે કારણે ક્રુડ પામ ઑઇલની કિંમત પણ વધવાની શક્યતા છે. મોટાભાગના મર્ચંટ્સ સામાન્ય રીતે શેરો અને બૉન્ડ્સમાં રોકાણ કરે છે, અને પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈ માટે પામ ઓઇલમાં ઇન્વેસ્ટ કરવું શ્રેષ્ઠ માર્ગ છે.

નિષ્કર્ષ

જો તમે ક્રૂડ પામ ઓઇલની કિંમતથી લાભ લેવા માંગતા હોય તો તમારે ઘઉં, કોર્ન, સોયાબીન અને જવ જેવી અન્ય વેપારી જણસોમાં રોકાણ કરવું જોઈએ.  પુરવઠાની સ્થિતિ અને ઓછા ઉત્પાદન દરો નિષ્ણાતોને ક્રુડ પામ ઓઇલની કિંમતો વિશે આશાવાદી બનાવે છે. ઉભરતા સ્વાસ્થ્ય જાગૃતિ પામ તેલ અને તેની કિંમતોના વપરાશને અસર કરી શકે છે. બીજી બાજુ, બાયો ઇંધણની માંગમાં વધારો કરવાથી ક્રુડ પામ ઑઇલ કિંમત પર સકારાત્મક અસર થઈ શકે છે. ક્રુડ પામ ઓઇલ ફ્યુચર્સ ડેરિવેટિવ સાધનો છે જે પામ ઓઇલની કિંમતને ટ્રેક કરે છે, અને તમે ક્રુડ પામ ઓઇલ  કિંમત પર બેટ્સ કરી  ઉપયોગ કરી શકો છો.