એલ્યુમિનિયમની કિંમત

1 min read
by Angel One

શું તમે ભારતમાં એલ્યુમિનિયમના ઉપયોગ અને એલ્યુમિનિયમની કિંમત વિશે જાણો છો? આ અંગે જાણકારી માટે  વાંચતા રહો. તો ચાલો આ અંગે આપણે વધુ તપાસ કરી અને જાણકારી મેળવીએ. એલ્યુમિનિયમ એક સિલ્વરીવાઇટ પદાર્થ છે અને એક નૉનમૅગ્નેટિક અને ડક્ટાઇલ મેટલ છે. તેના જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો  પૃથ્વીના પેટાળમાંઆશરે 8%  જથ્થો છે. ઑક્સિજન અને સિલિકોન પછી, એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાં રહેલો ત્રીજા ક્રમનો સૌથી વધુ  પ્રમાણ ધરાવે છે. બૉક્સાઇટ એ એલ્યુમિનિયમનો મુખ્ય કાચુ ધાતુ છે.

એલ્યુમિનિયમ ધાતુ અત્યંત પ્રતિક્રિયાશીલ છે. માટે પૃથ્વી પરના મોટાભાગના એલ્યુમિનિયમ 250થી વધુ વિવિધ મિનરલ્સ સાથે જોડાયેલ છે. એલ્યુમિનિયમ પણ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી નોન-ફેરસ મેટલ છે અને 2016માં ધાતુનું વૈશ્વિક ઉત્પાદન લગભગ 59 મિલિયન મેટ્રિક ટન છે, જે આયર્ન સિવાયના કોઈપણ અન્ય ધાતુથી વધુ હતું, જેના કારણે એલ્યુમિનિયમ બજારની કિંમતોનું વિશ્લેષણ ઘણી વસ્તુઓના રોકાણકારો માટે કરવામાં આવે છે.

એલ્યુમિનિયમનો સૌથી સામાન્ય ઉપયોગ ખાદ્ય ચીજવસ્તુ અને ઠંડા પીણાં ઉદ્યોગમાં થાય છે જ્યાં તેનો ઉપયોગ ખાદ્ય સંગ્રહ માટે એલ્યુમિનિયમ ટીન ફૉઇલ બનાવવામાં વ્યાપક રીતે કરવામાં આવે છે. પરિવહન ઉદ્યોગમાં, ઑટોમોબાઇલ પાર્ટ્સ, રેલવે વાહનો, મરીન વેસલ્સ અને વિમાન ઉત્પાદનમાં તેની જરૂર છે.

કીલો દીઠ રૂપિયા 131 સુધી પહોંચવા માટે એલ્યુમિનિયમનો  ફ્યુચર પ્રાઈઝ માં 15 પૈસા ઘટાડો થયો છે. ઔદ્યોગિક હેતુઓની વ્યાપક રેન્જમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવતોહોવાથી તેને તમારા રોકાણ પોર્ટફોલિયોમાં ઉમેર સમજદારીભરી બાબત છે.